ભારતીય સબમરીન ને અરીહંત નામ આપવાથી કેટલાક જૈન સમાજ ના હિત રક્ષકો તથા ધર્મ રક્ષકોના પેટ માં ચૂક આવી. ભારતની અસ્મિતા અને અખંડીતતા ના રક્ષણ માટે જે સબમરીન અત્યંત જેરુરી છે તેને જૈનીઝમ માં ના વિશિષ્ઠ શબ્દ નું નામ આપવું જૈન ધર્મ ને સન્માનિત કરવા જેવું છે.

સબમરીન અરીહંત ને લઇ નવા વિવાદ ને જન્મ આપવાને બદલે, જૈન સમજે ગૌરવ લેવું જોઈએ. સંપૂર્ણ ભારતીય સમાજ માં પારસીઓ ને બાદ કરતા જૈનો લઘુમતી માં છે તેમ છતાં સામરિક દ્રષ્ટિકોણ થી મહત્વની તેવી સબમરીન ને અરીહંત નામ આપી ભારત સરકારે જૈન સમાજ ની લાગણી દુભાવી નથી પણ જૈન સમાજ ના ભારત ના વિકાસ માં રહેલા ફાળા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

વિવાદો ને જન્મ આપી સસ્તી પબ્લીસીટી મેળવવા માટે કરવામાં આવતા આવા ધતીંગો ને જૈન લોકોએ જ ફગાવી દેવા જોઈએ. વિરોધ કરતા જૈન સાધુઓએ નો તર્ક છે કે, અરીહંત તો અહિંસા નું પ્રતિક છે તેથી તેને વિનાશ ના શસ્ત્ર સાથે ના જોડવું જોઈએ. આ બની બેઠેલા ધર્મ રક્ષકોને શું એટલી પણ ખબર છે કે ભારતીય રક્ષા નીતિ ના મૂળ માં જ અહિંસા નો સિધ્ધાંત રહેલો છે. ભારત કોઈ દિવસ પ્રથમ હમલો કરતુ નથી. તેથી ભારતીય શસ્ત્રો નો વિકાસ ભારત ની રક્ષા કાજે છે જેની છૂટ કોઈ પણ ધર્મ આપે જ છે.

અતીહંત શબ્દ નો અર્થ જ “દુશ્મન નો વિનાશ” છે. ભારત વર્ષ ના સિદ્ધાંતો ને સમજ્યા વગર, પોતાની સત્તા ચમકાવવા માટેના આવા પ્રયત્નો ને જૈન સમાજ ના સામાન્ય જને જ જાકારો આપવો જોઈએ. તેથી હર હમેશ નાના મુદ્દાઓને લઇ ને વિવાદો ઉભા કરતા જૈનસાધુઓ ફક્ત ધર્મ કાર્ય માં જ રચ્યા પચ્યા રહે તે જરૂરી છે. જૈન સમાજ નો ઠેકો લેવાની કોઈએ જરૂર નથી.

રસ્તા પર ચાલતા એક સામાન્ય જૈન ને ઉભા રાખી ને પૂછો તો ખરા કે શું સબમરીન ના અરીહંત નામ સામે તને કઈ વાંધો છે? જવાબ સો ટકા નકાર માં જ હશે. તો પછી આ જૈન સાધુઓ કોની લાગણી ની વાતો કરી રહ્યા છે?

Advertisements